Thursday, December 6, 2012

તું..
ક્ષણો ને..
કેદ કરે..
દ્રુશ્ય રુપે..
ને હું...
તને..

- પૂનમ - 6/12/12

Tuesday, December 4, 2012

મેં વ્રુક્ષ વાવ્યુ હતું..
ને પ્રેમ થી ઉછેરુ છું..
ફળ માટે...
ના..
ફૂલ માટે ને... ?
ના...
તો.. છાયડા માટે ?
ના..
કુંડા માં છે..
એ બોન્સાઇ...
બિલકુલ તારા જેવું...

- પૂનમ ગણત્રા - 8/8/12

Thursday, November 29, 2012

અચાનક આવ્યો અવાજ...
ફટાઆઆક...
ફર્શ પરથી..
શું થયું ?
સામે થી નિર્દોશ હાસ્ય સાથે જવાબ પણ મળ્યો...
માં...
કાલી કિલી* હતી...
એ ભગવાન ની હોય
ને ?
મેં તો માલી નાકી *...
- પૂનમ ગણાત્રા - 22/9/૧૨

કાલી કિલી = કાળી કિડી
માલી નાકી = મારી નાખી

Saturday, November 24, 2012

વ્રુંદા હતી...
બહુ ખુશ હતી..
તુલસી થઇ...
રહી ઘરની બહાર..
એજ
પ્રસતાવના..
હર વર્ષે..
કેટલા લાચાર..
તમે.. મારાથી... જ
પરણો વારંવાર... ?
શું પામ્યું ?
શાલિગ્રામ અવતાર....
- પૂનમ - 25/11/12

Monday, November 5, 2012

ચાલતી ગાડી...
ગતીમાન દ્ર્શ્યો...
દોળતો રસ્તો...
ભાગતા મુસાફરો...
એક દંડં પકડી ને...
ઉભી મારી આત્મા,
મન,
અને હું.....

- પૂનમ ગણત્રા - 3/5/12

Tuesday, June 19, 2012


રાધા...

આપ મારી વાંસળી...

કાન્હા હવે નહીં આંપુ...

ક્યાંર થી વગળે છે...

હું છું તોય ??

મને વગાળ...!

સુરીલી થઈ જાઉં...

ખાલી થઈ જાઉં...

બસ..

તારી થઈ જાઉં...

- પૂનમ - 26/4/12

કાલે રાત્રે ફરી યાદ આવ્યા,
આપ.. ના.. ના..
તમે ... ના..
તું.......
જાગ્યાં અમે ચારેય..
આખી રાત...ઘડિયાળ... છત... પંખો..
ને..
હું...

- પૂનમ ગણાત્રા - 7/5/12

તને ચોમાસું થઈ ને..
બેસુમાર...
વરસવા ની કોડ,
પણ...
શું યાદ છે તને...?
હું તો...
લજામણી નું છોડ..

- પૂનમ ગણાત્રા - 8/6/12

વાદળો નથી વરસી રહ્યા,
આ ઇશ્વર રડી રહ્યો છે...
થયેલી ભૂલો નો હર વર્ષે,
પશ્ર્યાતાપ કરી રહ્યો છે...

- પૂનમ ગણાત્રા - ૧૧/૬/૧૧

Monday, April 30, 2012

डाली से बिछ्डने के बावजूद अपनी फितरत नहि भुलते,
सूख जाने पर भी ये फुल खुशबू बांटना नहि छोडते...!
-
पूनम  गणात्रा - 20/4/11
રંગે રુપાળા ને સ્વભાવે કળા જોયા છે,
અજવાળા ને નજીક અંધારા જોયા છે...!
 
- પૂનમ ગણાત્રા - 20/12/10 [singapore bird park]
कुछ दरवाझे एसे बाकी हैं जहाँ दस्तकों की कोई झरुरत नही,
इन्तेज़ार मैं खुले रहेते हैं हरदम वहा लगती किवाड कोई नही...
- पूनम 
गणात्रा 29/2/12
આ અરીસો એજ છે..
ને હું પણ એજ છું...
જો પ્રેમ નો જાદુ,
સામેના પ્રતિબિંબો કેવા બદલાય છે ?
આ જાદુગર ની કમાલ છે.....!
-- પૂનમ ગણાત્રા -- 6/6/11
ये सर्द मोसम मे जब गर्म और नम आंसु आंखो से आजाये,
उस वकत एय खुदा मै क्या करु मुजे बस तेरी ही याद आये...
- पूनम 
गणात्रा - 29/12/10
બહાર વિવિધ રંગો થી ભરી, ને ભીંતર સફેદ દિવાલો,
લાગે શાંત, સુંદર, સ્વચ્છ પણ છુપાયા કઇ સવાલો..!
- પૂનમ - 2/8/11 [ singapore ]
कुछ जुठ सच में सच से ज़्यादा वफा निभाते हैं,
साँस लेते उनके खातीर वो हमें बेवफा बुलते हे...
- पूनम  गणात्रा - 28/2/12

રંગ

રંગ અવનવા અહિં બજારમાં ચમચી એ માપસર વેચાય છે,
નવ રસ નો નિચોળ પામ્યા પછી એ નવરંગ બની વહેચાય છે...

- પૂનમ
ગણાત્રા - 5/3/12

Sunday, April 29, 2012

ખુશી માટે...

તમારી ખુશી માટે...
કેટલી સહજતાથી...
મેં એમાંથી ટીપે ટીપુ...
નિચોવી નાખ્યું...
એ શરબત બનાવવા માટેનું લીંબુ ન હતું...
પણ...
મારી આત્મા હતી...

- પૂનમ ગણાત્રા - 6/4/12

પ્રેમ ને પાણી..

પ્રેમ પણ ક્યારેક પાણી જેવું ભાસે છે...
 રંગ, રુપ, સ્થળ, સ્વાદ ને આકાર ની સાથે સ્થળ બદલાતા...
બસ... !!
પવિત્રતા બદલાય છે...

- પૂનમ ગણાત્રા - 29/3/12

વાંસળી..

રાધા... આપ મારી વાંસળી...
કાન્હા હવે નહીં આંપુ...
ક્યાંર થી વગળે છે...
હું છું તોય ??
મને વગાળ...!
સુરીલી થઈ જાઉં...
ખાલી થઈ જાઉં...
બસ..
તારી થઈ જાઉં...

- પૂનમ ગણાત્રા - 26/4/12

Friday, March 16, 2012

કહાણી..

સામે આવી એ,
ઘુંઘટો તાણી..
અચાનક બદલાવ,
પાછળ લાંબી કહાણી..
કેમ હું ભૂલુ ?
એ જાણી પહેચાણી..
વર્ષોનો સબંધ ,
હવે ધુળ ધણી.....
- પૂનમ - 13/3/12